ફિલ્મ જગત
News of Friday, 19th October 2018

#Me Too: જાતિય શોષણના આરોપો બાદ દીપિકાના પૂર્વ મેનેજર અનિર્બાન દાસ બ્લાહએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

અનિર્બાને મુંબઈના એક પુલ પરથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો પરંતુ હાજર લોકોએ બચાવી લીધો

 

નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણનમા ભૂતપૂર્વ મેનેજર રહી ચૂકેલા ક્વાન એન્ટરટેઈનમેન્ટ (Kwan Entertainment)ના સહસ્થાપક અનિર્બાન દાસ બ્લાહ પર ચાર મહિલાઓએ #Me Too અભિયાન અંતર્ગત જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. આરોપોમાં ઘેરાઈ ગયા બાદ શુક્રવારે અનિર્બાને મુંબઈના એક પુલ પરથી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હાજર લોકોએ તેને બચાવી લીધો હતો

ક્વાન એન્ટરટેઈનમેન્ટ ભારતની જાણીતી સેલિબ્રીટી મેનેજમેન્ટ એજન્સી છે. જાતીય શોષણના આરોપો લાગ્યા બાદ અનિર્બાનને કંપનીમાંથી હાંકી કઢાયો હતો. અનિર્બાનને વાશી ટ્રાફિક પોલીસે વાશીના જૂના પુલ પરથી પકડ્યો હતો, જ્યાં તે આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યો હતો

પ્રાપ્ત માહિતી મુજબ ઘટના મોડી રાત્રે 12.30 કલાકની છે. અનિર્બાન મુંબઈના વાશીમાં આવેલા જૂના પુલ પરથી કૂદવા જઈ રહ્યો હતો કે ત્યાં પેટ્રોલિંગ કરી રહેલા પોલીસે અનિર્બાનને પકડી લીધો હતો. જાતીય શોષણના આરોપો લાગ્યા બાદ તે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. પોલીસે તેને બચાવ્યા બાદ તેનાં પરિજનો અને મિત્રોનો બોલાવ્યા હતા અને તેમને સોંપી દીધો હતો

(10:08 pm IST)