News of Thursday, 19th September 2019
આઇફા ગ્રીન કાર્પેટ પર સલમાનની પાછળ ચાલતો જોવા મળ્યો આવારા કુતરોઃ વિડીયો વાયરલ થયો
ફોટોગ્રાફર વાયરલ ભયાની એ એક વિડીયો શેયર કર્યો છે જેમાં મુંબઇમાં થયેલ આઇફા એવોર્ડસ ર૦૧૯ ના ગ્રીન કાર્પેટ પર સલમાનખાનની પાછળ રખડતો કુતરો ચાલતો નજરે આવ્યો હતો.
એમણે કેપ્શનમાં લખ્યું દરેક કૂતરાના દિવસો આવે છે આ તેનો દિવસ હતો એને ખ્યાલ હતો કે સલમાનને જાનવરોથી કેટલો પ્યાર છે.
એક યુજરે કહ્યું આ કુતરો શો નું કેન્દ્ર બિંદુ બની ગયો હતો.
(11:27 pm IST)