ઇમોશનલ લવસ્ટોરી ‘જલેબી' આવે છે ૧૨ ઓક્ટોબરે
અભિનેત્રી રિયા ચક્રવર્તી ફિલ્મ ‘જલેબી' થકી ફરી બોલીવૂડમાં આવી રહી છે. તેની સાથે હીરો તરીકે વરૂણ મિત્રા બોલીવૂડમાં કદમ માંડીર હ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર પર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. પોસ્ટરમાં કપલ ટ્રેનની બારીમાંથી કિસ કરતું જોવા મળ્યું હતું. ફિલ્મમાં રિયાને એક મહત્વાકાંક્ષી મોડર્ન યુવતિનો રોલ મળ્યો છે. આ યુવતિને દિલ્હીના ટૂરીસ્ટ ગાઇડ સાથે પ્રેમ થઇ જાય છે. વરૂણ મિત્રા ટૂરીસ્ટ ગાઇડના રોલમાં છે. આ બંનેના લગ્ન પણ થઇ જાય છે પણ પાછળથી રિયા વરૂણના પરિવાર અને તેના ઘરમાં ગોઠવાઇ શકતી નથી. આ કારણે બંને વચ્ચે ધીમે-ધીમે અલગાવ આવતો જાય છે અને છેલ્લે અલગ પડી જાય છે. પણ થોડા વર્ષો પછી બંને ફરીથી એક વખત અચાનક ટ્રેનમાં મળી જાય છે અને ત્યારે વરૂણ તેની બીજી પત્નિ સાથે હોય છે. આ એક ખુબ લાગણીશીલ લવસ્ટરોી છે. ઁ