ફિલ્મ જગત
News of Monday, 19th August 2019

સંગીતકાર ખૈય્યામની તબિયત ખરાબ: જુહુની હોસ્પિટલમાં દાખલ

મુંબઈ: જાણીતા સંગીતકાર મોહમ્મદ જહૂર ખૈય્યામની તબિયત  અચાનક જ બગડી ગઇ છે. મોડી  રાતના મુંબઇની જુહુ વિસ્તારની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ફેંફસામાં ઇન્ફેકશન થતાં  થોડા દિવસો પહેલા પણ તેને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. ન્યુઝ એજન્સી એનઆઇના પ્રમાણે,ખૈયામની કંડિશન ક્રિટિકલ છે. તેને ગયા અઠવાડિયે ફેંફસામાં ઇન્ફેકશન થયું હતું અને તેને ગંભીર અવસ્થામાં મુંબઇના જુહુ વિસ્તારની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારના સૂત્રોના અનુસાર ૯૨ વર્ષીય ખૈયામની રવિવારે રાતના અચાનક જ તબિયત બગડી જવાથી તેમને તરત જ આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ ડાકટર્સની ટીમ તેમનો ઇલાજ કરી રહી છે. ખૈયામની કારકિર્દીની વાત કરીએ તો તેણે પોતાની સંગીતમય સફર ૧૭ વરસની વયથી કરી હતી. ૧૯૫૩ની રીલિઝ થયેલી ફિલ્મ 'ફૂટપાથ'થી તેઓ બોલીવૂડમાં આવી ગયા. આ ફિલ્મના સંગીતથી ખૈયામ શ્રોતાગણો પર છવાઇ ગયા હતા. ૧૯૬૧માં આવેલી ફિલ્મ 'શોલા ઔર શબનમ'નુ સંગીત વખણાયું હતું અને ધીરે ધીરે ખૈયામ લોકોના દિલમાં પોતાનું સ્થાન મજબૂત કરતા ગયા.તેમને ૨૦૦૭માં સંગીત નાટક એકડમી એવોર્ડ અને ૨૦૧૧માં પદ્મવિભૂષણ જેવા સમ્માનો મળ્યા છે

(5:17 pm IST)