ફિલ્મ જગત
News of Monday, 19th August 2019

રાહુલ ધોળકિયાની મુંબઈની રિયલ લાઈફ પર આધારિત ફિલ્મમાં ક્રિતી સૅનનને મળ્યો લીડ રોલ

મુંબઈ: 'લુકા છુપી  બાદ ક્રિતી  'હાઉસફુલ ૪' 'અર્જુન પતિયાલા', અને 'પાણીપત' માં કામ કરીર હી છે. આ ઉપરાંત તેને હવે રાહુલ ધોળકિયાની ફિલ્મની પણ મળી છે. રાહુલ ધોળકિયા  મુંબઇ પર આધારિત એક રિયલ-લાઇફ સ્ટોરી પર ફિલ્મ બનાવી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ જલદી જ  શરૂ થાય તેવી શક્યતા છે. ક્રિતીએ આ વાતને સમર્થન આપતા કહ્યું હતુ કે,'' મને એક આવી જ ફિલ્મની આતુરતા હતી , જે હવે પુરી થઇ છે. આ ફિલ્મમાં હું મીડિયા પ્રોફેશનલનું પાત્ર ભજવીરહી  છું.જેના માટે અત્યારથી રિસર્ચ ચાલુ કરી દીધું છે. આ ફિલ્મની વાર્તા બહુ જ રસપ્રદ છે, અને દર્શકોને ફિલ્મ સાથે બાંધી રાખશે, એની મને ખાતરી છે.''

(5:17 pm IST)