ફિલ્મ જગત
News of Monday, 19th August 2019

કાર્તિક આર્યનના સન્માનમાં કસ્ટમાઈજ્ડ પોસ્ટલ સ્ટેમ્પ

મુંબઈ: અભિનેતા કાર્તિક આર્યનને વિશેષ સન્માન મળ્યું છે. લખનઉ પોસ્ટ ઓફિસે તેમને એક કસ્ટમાઇઝ્ડ પોસ્ટલ આપી છે.કાર્તિક હાલમાં લખનૌમાં છે અને તેની આગામી ફિલ્મ 'પતિ પત્ની ઓર વો'ના શૂટિંગમાં વ્યસ્ત છે. લખનૌ મુખ્ય મથક વિસ્તાર ટપાલ સેવાના નિયામક કૃષ્ણ કુમાર યાદવ દ્વારા તેમને આ સન્માન આપવામાં આવ્યું છે.યાદવે કહ્યું કે, અમે કાર્તિકને કંઈક આપવાનું ઇચ્છતા હતા જે તેમને હંમેશા યાદ રહે. સ્ટેમ્પ કલેક્શનનો ભાગ બનવા કરતાં વિશેષ બીજું શું હોઈ શકે? આ અમારી નવી પહેલ છે. "તેમણે ઉમેર્યું, "જ્યારે અમે કાર્તિક સાથે સ્ટેમ્પ શેર કરી ત્યારે તે ખૂબ જ ઉત્સાહિત હતો. તે જાણવા માંગતો હતો કે કોઈ તેનો ઉપયોગ કેવી રીતે કરી શકે. અમે તેમને કહ્યું હતું કે તેઓનો ઉપયોગ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પત્રો લખવા માટે થઈ શકે છે. તે ખૂબ જ ખુશ હતો. "

(5:12 pm IST)