ફિલ્મ જગત
News of Monday, 19th August 2019

ટાઈગર શ્રોફે ૨૦૦ કિલો વજન ઉંચકયું

વિડિયોને મળ્યા છે લાખો વ્યૂઝ

મુંબઈ, તા.૧૯: બોલીવૂડમાં હાલ સૌથી ફિટ ગણાતા અભિનેતા અને એકશન હિરો તરીકે જાણીતા થયેલા ટાઈગર શ્રોફે આજે એક વિડિયો શેર કરીને એના મિત્રો તથા પ્રશંસકોને ચકિત કરી દીધાં છે. આ વિડિયોમાં એને ૨૦૦ કિ.ગ્રા. વજન ઉંચકતો જોઈ શકાય છે.

ટાઈગર ફિટનેસપ્રેમી તરીકે જાણીતો છે. એણે આ વિડિયો એના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કર્યો છે. એમાં તે જિમમાં ૨૦૦ કિ.ગ્રા. વજન ઉંચકતો જોઈ શકાય છે.

આ વિડિયો સાથેની કેપ્શનમાં એણે લખ્યું છેઃ 'ઘણા લાંબા સમય પછી હું આ સ્તરે પહોંચી શકયો છું. ૨૦૦ કિલોગ્રામ. હાઈસ્કૂલના દિવસોમાં આ દ્યણું હલકું લાગતું હતું. ઓનલી હ્યુમન.'

એનો આ વિડિયો જોઈને યુવા અભિનેતા ઈશાન ખટ્ટરે કમેન્ટ કરી છેઃ 'સુપરહ્યુમન.'

તો એના જવાબમાં ટાઈગરે લખ્યું છે, 'હાહા.. ભાઈ આ તો આપણી સ્ટાઈલ છે.'

ટાઈગરના આ વિડિયોને આ લખાય છે ત્યારે ૧૩ લાખ ૭૪ હજારથી વધારે વ્યૂઝ મળી ચૂકયા હતા.

ટાઈગર ઘણી વાર જિમ્નેશ્યમમાં વર્કઆઉટ કરતી વખતે એની માર્શલ આર્ટ અને જિમ્નેસ્ટિક સ્ટન્ટની તસવીરો અને વિડિયો દર્શાવતો હોય છે.

ટાઈગર હવે 'વોર'ફિલ્મમાં જોવા મળવાનો છે. એમાં તેની સાથે ઋતિક રોશન અને વાણી કપૂર પણ ભૂમિકા ભજવી રહ્યાં છે.

(10:24 am IST)