ફિલ્મ જગત
News of Monday, 19th August 2019

ફિલ્મો નહિ, તસ્વીરોને કારણે એશાની ચર્ચા

બોલીવૂડની સુંદરી એશા ગુપ્તા ફિલ્મોને કારણે નહિ પણ પોતાની હોટ અને સેકસી તસ્વીરોને કારણે ચર્ચા જગાવતી રહે છે. એશા ગુપ્તાએ તાજેતરમાં એક હોટેલ માલિક પર યોૈન ઉત્પીડનનો આરોપ મુકીને ચર્ચા જગાવી હતી. ફરીથી તેણે સોશિયલ મિડીયા પર હોટ અને બોલ્ડ અંદાજને કારણે ચર્ચા જગાવી હતી. ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ જ હોટ તસ્વીર પોસ્ટ કરતાં જોતજોતામાં બે લાખથી વધુ લાઇકસ મળી ગઇ હતી. ઇશાએ ચશ્મા પહેર્યા છે અને મલ્ટીકલર બિકીનીમાં જબરદસ્ત સેકસી અને હોટ દેખાઇ રહી છે.  ૨૦૦૭માં ફિલ્મ જન્નત-૨માં ઇમરાન હાસમી સાથેની ફિલ્મથી કારકિર્દી શરૂ કરી હતી. છેલ્લે ગયા મહિને આવેલી અનુપમ ખેર અને કુમુદ મિશ્રાની ફિલ્મ વનડે-જસ્ટીસ ડિલિવર્ડમાં જોવા મળી હતી. નવી દિલ્હીમાં ૨૮ નવેમ્બરે જન્મેલી એશાએ ચક્રવ્યુહ, હમશકલ્સ, રાઝ થ્રીડી, રૂસ્તમ, બાદશાહો, ટોટલ ધમાલ જેવી ફિલ્મો કરી છે. દેશી મેજિક અને હેરાફેરી-૩ તેની આગામી ફિલ્મો છે.

(10:02 am IST)