ફિલ્મ જગત
News of Thursday, 19th July 2018

કોમેડી ફિલ્મ ગરમ મસાલ-2 બનાવવાની જ્હોન અબ્રહ્મની ઈચ્છા

મુંબઇ: આગેવાન અભિનેતા ફિલ્મ સર્જક જ્હૉન અબ્રાહમને ફરી એકવાર કોમેડી ફિલ્મ કરવાની ઇચ્છા જાગી હોવાની માહિતી મળી હતી. તાજેતરમાં એની પોખરણ ફિલ્મ રજૂ થઇ હતી અને ઑગષ્ટની ૧૫મીએ સત્યમેવ જયતે રજૂ થવાની છે. બંને ફિલ્મોમાં એણે દેશભક્તનો રોલ કર્યો છે. હવે એને અક્ષય કુમાર સાથે કોમેડી ફિલ્મો કરવાની ઇચ્છા છે. અગાઉ જ્હૉને અક્ષય કુમાર સાથે ગરમ મસાલા, હાઉસફૂલ ટુ અને દેશી બૉયઝ્ ફિલ્મો કરી હતી. જ્હૉને કહ્યું હતું કે તાજેતરમાં મેં અમારી અગાઉની ફિલ્મ ગરમ મસાલા જોઇ. જોઇને મને ફરી કોમેડી ફિલ્મો યાદ આવી. મેં અક્ષયને ફોન કરીને કહ્યું, ગુરુજી ચાલો આપણે ગરમ મસાલાની સિક્વલ બનાવીએ.અક્ષય હસી પડયો અને કહે કે ચાલો ત્યારે બનાવીએ. હાલ અક્ષય હાઉસફૂલ ફોરના કામમાં બીઝી છે. પરવારે ત્યારે અમે ગરમ મસાલાની સિક્વલની સ્ક્રીપ્ટ વિશે ચર્ચા કરીશું. મારે ફરી એકવાર ઓડિયન્સને હસાવવું છે. એણે વધુમાં કહ્યું કે મારી અને અક્ષયની તારીખો મેચ થાય રીતે અમારે ગોઠવણ કરવી પડશે. ઓડિયન્સને હસાવવાનું કામ સૌથી મુશ્કેલ છે. અમે બંને સાથે મળીને કોમેડી ફિલ્મ બનાવીશું. કોમેડી સહજ હોય છે. એનું અગાઉથી પ્લાનિંગ કરી શકાય નહીં.

(4:07 pm IST)