ફિલ્મ જગત
News of Thursday, 19th July 2018

થાઈલેન્ડના ગુફામાં ફસાયેલા બાળકો પર બનશે ફિલ્મ: અનેક પ્રોડક્સન હાઉસ તૈયાર

થાઈલેન્ડમાં મોતને માત આપીને પાછા ફરેલા બાળકો અને તેમના ફૂટબોલ કોચે પહેલીવાર પ્રેસ કોન્ફરન્સ સાથે પોતાના અનુભવો શેર કર્યા હતા. તેઓએ જણાવ્યુ કે ત્યારે ગુફામાં ખાવા માટે કંઈ હતુ નહિ. તેઓ માત્ર ગુફાની દિવાલોમાંથી ટપકી રહેલા પાણીને પી જીવી રહ્યા હતા. ત્યારે આ બાળકોની કહાની ઉજાગર કરવા કેટલાક પ્રોડક્શન હાઉસ આ ઘટના પર હોલિવૂડ ફિલ્મ બનાવવા માંગે છે.

(12:36 pm IST)