ફિલ્મ જગત
News of Thursday, 19th July 2018

તો રિતીક અને કંગનાની ફિલ્મો વચ્ચે થશે ટક્કર

રાણી લક્ષ્મીબાઇના જીવન પર આધારીત ફિલ્મ 'મણિકર્ણિકા' આ વર્ષેએપ્રિલમાં રિલીઝ થઇ જવાની હતી. પણ શુટીંગમાં સમય જતાં હવે આ ફિલ્મ સપ્ટેમ્બરમાં આવશે. કંગના રનોૈતની મુખ્ય ભૂમિકાવાળી આ ફિલ્મની ટક્કર હવે રિતીક રોશનની ફિલ્મ 'સુપર-૩૦' સાથે થવાની શકયતા છે. મણિકર્ણિકાના શુટીગ વખતે અભિનેતા મનિષ વાધવાને ઇજા થઇ હતી તો વીએફએકસનું કામ પણ બાકી છે. આ કારણે ફિલ્મ રિલીઝમાં મોડુ થઇ ગયું છે. હવે ૨૦૧૯માં જાન્યુઆરીમાં આ ફિલ્મ રિલીઝ થાય તેવી શકયતા છે. એ વખતે રિતીકની ફિલ્મ પણ આવવાની છે. ત્યારે કંનગા-રિતીકની ફિલ્મોની ટક્કર નકારી શકાતી નથી. એક સમયે રિતીક અને કંગના વચ્ચે રિલેશનશીપ હોવાની વાતો ખુબ ચગી હતી. ખુદ કંગનાએ જ રિતીકનું તેની સાથે અફેર હોવાની વાત કરી હતી. એક બીજાએ કાનુની નોટીસો પણ મોકલી હતી.

 

(9:19 am IST)