ફિલ્મ જગત
News of Thursday, 19th July 2018

બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છે જય ભાનુશાળી અને માહી

ટીવી પરદાના કલાકારો જય ભાનુશાળી અને પત્નિ માહી વિજ હવે પોતાના બાળક માટે પ્લાનિંગ કરી રહ્યા છે. તાજેતરમાં આ બંને કલાકાર રાજીવ ખંડેલવાલના શો જજબાતમાં જોવા મળ્યા હતાં. જેમાં જય પોતાના બાળક માટે વાત કરતો જોવા મળ્યો હતો. આ બંનેએ જો કે અગાઉથી બે બાળકો દત્તક લઇ રાખ્યા છે. જેનો ભણતર સહિતનો ખર્ચ બંને ઉઠાવી રહ્યા છે. જયએ ટોક શોમાં બાળકના પ્લાનિંગની વાત કરતાં માહોલ લાગણીશીલ થઇ ગયો હતો. જયએ કહેલું કે અમે બંને અમારા બાળક વિશેષ લાંબા સમયથી ચર્ચા કરી રહ્યા છીએ, હવે આ બાબતે આગળ વધીશું. આ સાંભળી માહીની આંખમાંથી આંસુ નીકળી ગયા હતાં અને જયને ભેટી પડી હતી. બંનેએ એક રોમાન્ટીક ગીત પર ડાન્સ પણ કર્યો હતો. 

(9:18 am IST)