ફિલ્મ જગત
News of Thursday, 19th July 2018

વર્ષમાં એક કે બે સાઉથની ફિલ્મ કરતી જ રહશે તાપસી

બોલીવૂડમાં નામના બનાવી ચુકેલી અને એક પછી એક મોટી ફિલ્મો મેળવી રહેલી સાઉથની અભિનેત્રી તાપસી પન્નુએ કહ્યું હતું કે તે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરવાનું બંધ નહિ કરે. તાપસીને અગાઉ સાઉથની ફિલ્મો થકી જ મોટી સફળતા મળી છે. તાપસી કહે છે કેટલાક લોકોને ગેરસમજ થઇ ગઇ હતી કે હવે હું સાઉથની ફિલ્મો નહિ કરું. પણ આ વાત સાચી નથી. હું હિન્દી ફિલ્મો સતત કરી રહી છું, તો સાથો સાથ સાઉથની ફિલ્મોમાં પણ કામ કરવાનું ચાલુ રાખીશ. ગમે તેમ કરીને પણ હું વર્ષમાં એક કે બે સાઉથની ફિલ્મ કરી લઇશ. મનમર્જિયા રિલીઝ થયા પછી હું સાઉથની મારી નવી ફિલ્મનું શુટીંગ શરૂ કરવાની છું.

(9:17 am IST)