ફિલ્મ જગત
News of Wednesday, 19th June 2019

શાહરૂખ ખાનની ઓનસ્ક્રીન દિકરી સના બની વધુ હોટ અને બોલ્ડ

બોલીવૂડમાં ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'માં શાહરૂખ ખાનની ટબૂકડી દિકરીનો રોલ નિભાવનારી સના સઇદ હવે યુવાન અને ખુબ જ વધુ હોટ તથા બોલ્ડ બની ગઇ છે. સના વારંવાર પોતાની હોટ અને બોલ્ડ તસ્વીરો સોશિયલ મિડીયા પર ચાહકો સાથે શેર કરતી રહે છે. તાજેતરમાં તેણે આવી કેટલીક તસ્વીર ફરીથી મુકી હતી. જેમાં તે અત્યંત બોલ્ડ દેખાઇ રહી છે. સનાએ તસ્વીરોમાં લાઇટ રંગનું આઉટફીટ પહેર્યુ છે. જેમાં તેના કલીવેજ પણ દેખાઇ રહ્યા છે. વાળ ખુલા છે. તેની આ તસ્વીરો ખુબ જ વાયરલ થઇ છે. કુછ કુછ હોતા હૈ પછી સનાએ બાદલ અને હર દિલ જો પ્યાર કરેગા ફિલ્મોમાં પણ જોવા મળી હતી. છેલ્લે સ્ટુડન્ટ ઓફ ધ યરમાં રોલ નિભાવ્યો હતો. ઝલક દિખલા જા જેવા શો કર્યા છે. જો કે હાલમાં સના ફિલ્મો અને ટીવીથી દૂર છે.

(9:46 am IST)