પોર્નસ્ટાર શાંતિ ડાઇનામાઇટ બિગ બોસની નવી સિઝનમાં સ્પર્ધક તરીકે જોવા મળશે
મુંબઇઃ બિગ બોસ નામના રિયાલીટી શોમાં સન્ની લિયોની પછી વધુ અેક પોર્નસ્ટાર શાંતિ ડાઇનામાઇટ ભાગ લેશે.
શાંતિ ભારતીય મૂળની પોર્નસ્ટાર છે અને તેનું સાચું નામ સોફિયા વાસિલિએડુ છે. મળતી માહિતી પ્રમાણે આ વખતે મેકર્સ શોમાં બોલ્ડ કન્ટેન્ટ લાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. ગયા વર્ષે 'બિગ બોસ'ની ટીઆરપી ખાસ નહોતી જેના કારણે આ વર્ષે શોમાં બોલ્ડ કન્ટેન્ટ દેખાડવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.
છેલ્લી કેટલીક સિઝનની જેમ જ સલમાન ખાન ફરી એકવાર 'બિગ બોસ 12'ને હોસ્ટ કરશે. આ પહેલાં બિગ બોસની આઠમી સિઝનમાં પણ સ્પર્ધક તરીકે પણ શાંતિના નામની ચર્ચા હતી પણ એવું થયું નહોતું. સની અને શાંતિ બંને એડલ્ટ ફિલ્મસ્ટાર રહી છે. સનીએ તો બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવી લીધી છે અને હવે શાંતિ હવે આ મામલે આગળ વધી રહી છે.