ફિલ્મ જગત
News of Wednesday, 19th May 2021

તૌકતે વાવાઝોડાને કારણે તારક મેહતા કે ઉલ્ટા ચશ્માના સેટને મોટું નુકશાન : વાપીમાં સીરિયલના સેટ પર ચક્રવાત ત્રાટક્યું

લોકપ્રિય ટીવી સિરિયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'નું ગુજરાતમાં શૂટિંગ : સેટને નુકશાન

અમદાવાદ :કોરોનાના કેસમાં વધારો થતાં મહારાષ્ટ્રે લૉકડાઉન જાહેર કર્યું છે.ટીવી તથા ફિલ્મના શૂટિંગ બંધ છે. ટીવી પ્રોડ્યૂસર્સ અન્ય શહેરમાં જઈને શૂટિંગ કરી રહ્યાં છે કોરોનાને કારણે પ્રોડ્યૂસર્સને નુકસાન થયું છે,જે પ્રોડ્યૂસર્સ ગુજરાતમાં શૂટિંગ કરતાં હતા, તેમને તાઉ-તે વાવાઝોડાને કારણે પણ નુકસાન સહન કરવું પડ્યું છે  'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના અસિત કુમાર મોદી પોતાની ટીમ સાથે વાપીમાં શૂટિંગ કરી રહ્યાં હતા આ જગ્યા દમણ-દિવથી ઘણી જ નજીક છે. 16-17 મેના રોજ અહીંયા તાઉ-તે વાવાઝોડું ત્રાટક્યું હતું. આ જ કારણે અહીંયા સેટને ખાસ્સું નુકસાન થયું છે.  મુંબઈમાં બનાવવામાં આવેલા સેટને પણ તાઉ-તે વાવાઝોડાએ નુકસાન પહોંચાડ્યું છે.સૂત્રોના મતે, 'તારક મહેતા..'ના સેટ પર સંપત્તિને ઘણું નુકસાન થયું છે. સેટને ફરીથી વ્યવસ્થિત કરતાં સાત દિવસનો સમય થશે. .

વાવાઝોડાને કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. લોકપ્રિય ટીવી સિરિયલ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'નું શૂટિંગ હાલમાં ગુજરાતમાં ચાલી રહ્યું છે. અચાનક વરસાદ પડતાં સેટ પર દોડધામ મચી ગઈ હતી. સિરિયલમાં રણવીરનું પાત્ર ભજવતા કરન કુંદ્રાએ સો.મીડિયામાં કેટલાંક વીડિયો શૅર કર્યા છે. હાલમાં 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'નું શૂટિંગ ગુજરાતના સિલવાસામાં થઈ રહ્યું છે. તાઉ-તે વાવાઝોડાને કારણે સેટની શું સ્થિતિ થઈ તે કરન કુંદ્રાએ બતાવ્યું હતું. અચાનક વરસાદ પડતાં આઉટડોરમાં રહેલો તમામ સામાન ક્રૂ મેમ્બર્સ દોડીને અંદર લાવ્યા હતા અને 'ભાગો ભાગો'ની બૂમો પાડતા હતા.

(8:03 pm IST)