ફિલ્મ જગત
News of Wednesday, 19th May 2021

ખુબ કડક નિયમોનું પાલન કરવું પડ્યું હતું: પૂજા હેગડે

ફિલ્મો અને ટીવી સિરીયલોને કોરોનાની બીજી લહેર ખુબ નડી છે. ગયા વર્ષે લોકડાઉન પછી થોડી રાહત મળતાં ફિલ્મો, સિરીયલોના શુટીંગ ધમધોકાર શરૂ થઇ ગયા હતાં. હાલમાં પણ શુટીંગ થાય છે પરંતુ અનેક નિયમોનું પાલન કરીને અને ખુબ સાવચેતી રાખીને. અભિનેત્રી પૂજા હેગડેએ હાલમાં જ પ્રભાસ સાથેની રાધેશ્યામનું શુટીંગ પુરૂ કર્યુ છે. હિન્દી ફિલ્મ સર્કસ ઉપરાંત તમિલ, તેલુગુ ફિલ્મના શુટીંગ પણ તે કરી રહી છે. તેને કોરોનાના લક્ષણો જણાતાં કવોરન્ટાઇન પણ થઇ હતી. તે કહે છે જો આયોજન મુજબ બધુ ચાલ્યું હોત તો સલમાન ખાન સાથેની કભી ઇદ કભી દિવાલીની તૈયારી કરી રહી હોત. પણ મહામારીએ આયોજનો વેરવિખેર કરી નાંખ્યા હતાં. પૂજા કહે છે રાધેશ્યામ અને સર્કસના શુટીંગ વખતે અનેક કડક નિયમોનું પાલન કરવું પડ્યું હતું. વારંવાર કોવિડ ટેસ્ટ કરાવવા પડતા હતાં. કેમેરાની સામે હોઇએ ત્યારે માસ્ક હટાવવા પડતાં હતાં. હવે આપણે સલામત રીતે જીવતા શીખી લેવું પડશે. કાલે શું થશે એ કહેવાનું હાલમાં ખુબ જ મુશ્કેલીભર્યુ છે. મહામારી અંકુશમાં આવી જાય તેવું ઇચ્છીએ.

(10:04 am IST)