ફિલ્મ જગત
News of Monday, 19th April 2021

ફરી એક સાથે જોવા મળશે આલિયા ભટ્ટ અને રણવીર સિંહ

કરણ જોહર ફરી એકવાર નિર્દેશક તરીકે કામ કરવા તૈયારીમાં છે. તેની આ ફિલ્મ લવસ્ટોરી જ હશે. આ માટેની તેણે તમામ તૈયારી પુરી કરી લીધી છે. હવે તે કોરોનાની પરિસ્થિતિ સામાન્ય થાય તેની રાહમાં છે. ફિલ્મ માટે કલાકારો પણ પસંદ કરી લેવામાં આવ્યા છે. ચર્ચા છે કે આ ફિલ્મ માટે હીરો રણવીર સિંહ હશે અને હિરોઇન આલિયા ભટ્ટ. કરણ માટે આલિયા ઘરની હિરોઇન છે. આલિયા સ્ક્રિપ્ટ સાંભળ્યા વગર જ કરણની ફિલ્મમાં કામ કરવા માટે હા કહી દે છે. બીજી તરફ રણવીર અને કરણ વચ્ચે પણ સારા સંબંધ છે. આલિયા અને રણવીર અગાઉ જાહેર ખબરોમાં સાથે કામ કરી ચુકયા છે. ગલી બોય નામની ફિલ્મ પણ તેણે સાથે કરી હતી. એ ફિલ્મમાં બંનેની જોડી દર્શકોને ખુબ ગમી હતી. બધુ બરાબર ચાલ્યું તો ફરીથી રણવીર અને આલિયા એક સાથે જોવા મળશે. આ ફિલ્મની કરણ બહુ ઝડપથી ઘોષણા કરે તેવી શકયતા છે. આલિયાની રણબીર કપૂર સાથેની બ્રહ્માસ્ત્ર પણ આવી રહી છે અને બીજા પ્રોજેકટ પણ તેના હાથ પર છે.

(10:59 am IST)