સમયની સાથે ચાલવામાં માને છે માધુરી દિક્ષીત
બોલીવૂડ અભિનેત્રી માધુરી દિક્ષીત મેરેજ પછી પણ સક્રિય છે. તે કહે છે ઉમર સંબંધીત રૂઢીઓ પર હું વિશ્વાસ નથી કરતી. હજુ પણ હું એવી ભુમિકા પસંદ કરી રહી છું જેમાં મને કંઇક નવું જ દેખાડવાની તક મળતી હોય. હું માનુ છું કે સમયની સાથે બદલવું પડતું હોય છે. હું સમયની સાથે ચાલી રહી છું. જો હું ફિલ્મનું નિર્માણ કરતી હોવ તો મારે એવી ફિલ્મ બનાવવી પડશે જે યથાર્થવાદી હોય અને લોકોને પસંદ પડે તે વધુ જરૂરી હશે. માધુરી કહે છે હું કદી એ વાતને પકડી રાખતી નથી કે હું પત્નિ છું અને બે બાળકોની મા છું, એ માટે મારે અમુક ભુમિકા જ કરવી જોઇએ. હું આ વાતમાં કદી વિશ્વાસ રાખતી નથી. હું એકને એક શૈલીને બદલે તમામ રોલ કરુ છું. આથી જ મેં દેઢ ઇશ્કિયા, ગુલાબ ગેંગ, બકેટ લિસ્ટ, ટોટલ ધમાલ જેવી ફિલ્મો કરી છે. લોકોને દરેક ફિલ્મમાં મારી અલગ ઇમેજ જોવા મળી છે. હવે માધુરીની ફિલ્મ કલંક રિલીઝ થઇ છે. જેમાં બે દાયકા પછી તેણે સંજય દત્ત સાથે કામ કર્યુ છે. આ ફિલ્મમાં પણ માધુરીએ જબરદસ્ત રોલ નિભાવ્યો છે.