ફિલ્મ જગત
News of Thursday, 19th April 2018

જીમમાં ખુબ પરસેવો પાડી રહ્યો છે રણબીર કપૂર

રણબીર કપૂર એવો સ્ટાર છે જે મોટે ભાગે જીમથી દૂર જ રહે છે. પરંતુ હાલમાં તે બ્રહ્માસ્ત્ર નામની ફિલ્મ કરી રહ્યો હોઇ તેના માટે ખુબ જહેમત ઉઠાવી રહ્યો છે. આ ફિલ્મના રોલ માટે તેને વજન ઘટાડવું પડે તેમ છે. સંજય દત્તની બાયોપીક માટે તેણે વજન ખુબ વધાર્યુ હતું અને મસલ્સ બનાવ્યા હતાં. પરંતુ બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં તેને પાત્રને અનુરૂપ થવા માટે વજન ઘટાડવાની જરૂર ઉભી થઇ છે. આ માટે તે જીમમાં ખુબ પરસેવો પાડી રહ્યો છે. તે ખાસ ડાયેટનું પણ પાલન કરી રહ્યો છે. તેમજ અલગ-અલગ રીતની માર્શલ આર્ટસ પણ શીખી રહ્યો છે. આ ફિલ્મના પહેલા શેડ્યુલનું શુટીંગ પુરૂ થઇ ગયું છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને આલિયા ભટ્ટ પણ મુખ્ય ભૂમિકામાં છે. ૨૦૧૯ની ૧૫મી ઓગષ્ટે આ ફિલ્મ રિલીઝ થશે .

(10:05 am IST)