ફિલ્મ જગત
News of Tuesday, 19th March 2019

કોકોકોલા બ્રાન્ડની લોકપ્રિયતા માટે રણબીર બ્રાન્ડ એમ્બેસેડર

જયારે શબ્દો નિષ્ફળ જાય ત્યારે સેઇટવિથકોક : કોકાકોલા લેબલ્સ ઉપર પાંચ ભારતીય ભાષાઓમાં ગીતો

અમદાવાદ,તા.૧૯ : બોલિવુડના હૃદયના ધબકાર એવા રણબીર કપૂર યુવાનોમાં કોકા કોલા બ્રાન્ડની ચાહના વધારવા માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રહેશે. સંબંધમાં પુનઃ શક્તિ સંચાર કરનાર શેર અ કોક કેમ્પેનની સફળતાને પગલે દેશની અનેક અગ્રણી બેવરેજ કંપનીઓમાંની એક એવી કોકા કોલાએ સેઇટવિથકોક સાથે પોતાની કેમ્પેનને વધુ અંગત બનાવી છે. આ કેમ્પેનમાં કોકા કોલાનું ગ્રાહકો સાથેનું જોડાણ તેમના સનાતન જુસ્સો એવા સંગીત સાથે વધુ ઊંડુ બનાવવાનો ઉદ્દેશ સેવવામાં આવ્યો છે. પાંચ ભાષાઓમાં ૧૪૦ ગીતો એ કોકની બોટલ્સ પર જોવા મળશે. કોકા કોલાએ બોલિવુડના હૃદયના ધબકાર એવા રણબીર કપૂરને નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યો છે. કોકા કોલા કંપનીના કોકા કોલા ઇન્ડિયા અને સાઉથ વેસ્ટ એશિયાના સ્પાર્કલીંગ કેટેગરીના વાઇસ પ્રેસિડન્ટ શ્રેણીક દસાણીએ જણાવ્યું હતું કે, કોકા કોલાએ હંમેશા દરેક ક્ષણને ઉજાગર કરવાની અને તેને ખાસ, યાદગાર બનાવવાની ઇચ્છા સેવી છે. તે બાબતે અમને ગ્રાહકો માટે તાજેતરની કેમ્પેન સેઇટવિથકોક ગ્રાહકો સુધી લાવવાની પ્રેરણા આપી છે, જે તેમને તેમના મનગમતા ગીત મારફતે હૃદયમાં અનુભવાતી લાગણીઓને વ્યક્ત કરવા માટે કોઇકની સાથે કોકા કોલા શેર કરવાનું આમંત્રણ આપે છે. ચાહે તેઓ આવું શારીરિક રીતે કરે કે ડિજીટલી, અમને ખાતરી છે તેઓ દરેક ક્ષણને ચમકદાર બનાવશે. વધુમાં અમારા બ્રાન્ડ એમ્બેસેડર રણબીર કપૂર, ફક્ત તેઓ જ કરી શકે છે તે રીતે આ આમંત્રણને આગળ ધપાવવા માટે અમારી સાથે જોડાયા છે અને તેમની સાથે અમે દરેક સ્થળે રહેલા તેમના ચાહકોના ચહેરા પર સ્મિત આવશે તેવી અમને આશા છે. રણબીર કપૂર અને પરેશ રાવલને રજૂ કરતી એડ ફિલ્મ દર્શાવે છે કે, સંદેશાઓ પહોંચાડવા માટે સંગીતના માધ્યમનો ઉપયોગ કરવાની મુખ્ય બાબતને રજૂ કરે છે જે કહેવાનો અન્ય માર્ગ કદાચ મુશ્કેલ હોઇ શકે છે. એડમાં એક ઘરમાં રણબીર કપૂર તેના મકાનમાલિક, પરેશ રાવલને ભાડાનો એક ચેક આપે છે. કડક દેખાવ સાથે મકાનમાલિક ચેક સ્વીકારે છે અને ત્યાંથી જવાની તૈયારી કરે છે. ત્યાં જ રણબીર કપૂર તેને રોકે છે અને તેમને કોકા કોલાની બોટલ આપે છે. આ ચાળો જોઇને મકાન માલિક અસ્વસ્થ થઇ જાય છે. રણબીર મકાનમાલિક કોઇ પણ ચીજ કેવી રીતે વણદેખી કરવા માગતો નથી અને દરેક વસ્તુનુ નિરીક્ષણ કરે છે તે સમજાવે છે. આ વિચારે સમજાવતા તે કોક બોટલ પરનું લેબલ દેખાડે છે, જે દર્શાવે છે કે જાદૂ તેરી નજર, અને બેક ગ્રાઉન્ડમાં લોકપ્રિય ગીત વગાડે છે. મકાનમાલિકની નાખુશી હાસ્યમાં બદલાય છે, અને આ કદાચ પ્રથમ વખત હતું કે બન્ને વચ્ચે હળવી ક્ષણો હતી. એડ પાછળના વિચારને ઉજાગર કરતા મેકકેન વર્લ્ડગ્રુપ એશિયા પેસિફિક અને મેકકેન વર્લ્ડગ્રુપ ઇન્ડિયાના સીઇઓ અને સીસીઓ પ્રસૂન જોષીએ ઉમેર્યું હતું કે, આ કેમ્પેન સુંદર સ્ટોરીલાઇન સાથે સંબંધ પર પ્રકાશ પાડતી અમારી વિશિષ્ટ એડ છે અને તેમાં ગીતો અને લિરીક્સનો નવીન ઉપયોગ થયો છે જેના કારણે તે ફક્ત યુવાનો જ નહી પરંતુ મોટા ભાગના લોકોના દિલના તારને સ્પર્શશે. સેઇટવિથકોક માટે કોકા કોલા ઇન્ડિયાએ લાગણીઓ વ્યક્ત કરવા માટે ત્યંત લોકપ્રિય ગીત ઓળખી કાઢવા માટે ૧૮-૨૫ વર્ષના વય જૂથમાં એક સર્વે હાથ ધર્યો હતો. પસંદગીના ગીતોમાં સદાબહાર ગીતો તેમજ ચોક્કસ સમયના ગીતોને લાગણીઓના બહોળી રેન્જને દર્શાવવા માટે સમાવવામાં આવ્યા હતા. આ પ્રક્રિયાએ કંપનીને લાગણીઓને શ્રેષ્ઠ રીતે વ્યક્ત કરતા અને આજના યુવાનોના મનોભાવે ગીતોને સમજવામાં મદદ કરી હતી. જે પાંચ ભાષાઓમાં લેબલ્સની રચના કરવામાં આવી છે તેમાં ઇંગ્લીશ, હિન્દી, પંજાબી, તમિલ અને બેંગાલીનો સમાવેશ થાય છે.

 

(9:40 pm IST)