સલમાન ખાન ટીવી ચેનલ લોન્ચ કરશે?
નવીદિલ્હી,તા.૧૯ : બોલિવુડ એક્ટર સલમાન ખાન ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ લાંબા સમયથી સક્રિય છે. સલમાન ખાન નાના પડદા 'બિગ બોસ' તેમજ 'દસ કા દમ' જેવા રિયાલિટી શો હોસ્ટ કરી ચૂક્યો છે. જેની ટીઆરપી સૌથી વધારે રહી છે. તો તેની પ્રોડક્શન કંપની જીદ્ભ્ફના બેનર હેઠળ જ કપિલ શર્માના શોની નવી સિઝન બનાવવામાં આવી છે. પરંતુ સલમાન હવે કંઈક મોટુ પ્લાન કરી રહ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. તે પોતાની ચેનલ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે.
સલમાન ખાન પોતાની ટીવી ચેનલ લૉન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે.જેમા માટે તેણે કન્ટેન્ટની જરૂર છે. તેનુ પ્રોડેક્શન SKTV કપિલ શર્માના શોનું પ્રોડક્શન કરી રહ્યુ છે. તેની ફિલ્મ કંપનીનું નામ સલમાન ખાન ફિલ્મ્સ છે. તેણે હલે ટીવી શોનું પ્રોડક્શન કરવાનું પણ શરૂ કરી દીધું છે. જો તેને નવી ચેનલ માટેનું લાયસન્સ મળી જશે તો કપિલ શર્માના શોને પોતાની ચેનલોમાં શિફ્ટ કરી શકે છે.