ફિલ્મ જગત
News of Tuesday, 19th March 2019

હવે `પીએમ મોદીની બાયોપિક ફિલ્મ પાંચમી એપ્રિલે થશે રીલીઝ :એક સપ્તાહ વહેલી

મોટાભાગનું શૂટિંગ ગુજરાતના અમદાવાદ સહિત વિવિધ શહેર અને ગામમાં થયુ છે

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બાયોપિક એક સપ્તાહ વહેલી રીલીઝ થનારી છે. અભિનેતા વિવેક ઓબેરોય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પરથી બની રહેલી બાયોપિક ફિલ્મમાં લીડ રોલ નિભાવી રહ્યો છે.આ ફિલ્મના નિર્માતાઓએ વડાપ્રધાન મોદીની બાયોપિક પાંચમી એપ્રિલે રીલીઝ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ આ ફિલ્મ 12ની એપ્રિલે રીલીઝ થવાની હતી.

  વિવેક ઓબેરોયના નવ લુક સોશિયલ મીડિયા સહિત ઇન્ટરનેટ પર વાયરલ કરવામાં આવ્યા છે. વિવેક આ વિવિધ નવ લુકમાં ફિલ્મ દરમિયાન જોવા મળવાનો છે. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ગુજરાતના અમદાવાદ સહિત વિવિધ શહેર અને ગામમાં થયુ છે.આ નવ તસવીરોમાં વિવેક ઓબેરોયે પીએમ મોદીનો દરેક અંદાજ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.

(1:48 pm IST)