ફિલ્મ જગત
News of Tuesday, 19th March 2019

વિવેકે પાત્રમાં ઢળી જવા માટે કરી અનહદ મહેનત

બોલીવૂડ અભિનેત્ર વિવેક ઓબેરોય હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિકમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મ ચર્ચાનો વિષય બની ગઇ છે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું ત્યારે ઘણા લોકોએ મોદીજીના રોલમાં વિવેક ન ચાલે તેવી કોમેન્ટ્સ પણ કરી હતી. જો કે આ ફિલ્મનું કામ શરૂ થઇ ગયું છે. ફિલ્મમાં વિવેક મોદીના યુવાનથી લઇને હાલના દેખાવ સુધીના અલગ-અલગ રૂપમાં જોવા મળશે. વિવેક કેવા કેવા લૂકમાં જોવા મળશે તેવી તસ્વીર સામે આવી છે. ટ્રેડ એનાલિસ્ટ આદર્શ તરણે આ તસ્વીર સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી છે. કુલ નવ તસ્વીરોમાં પીએમ મોદીજીના તમામ અંદાજ દેખાડવાનો પ્રયાસ થયો છે. કુમાર મંગત આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. કુમારે અગાઉ મેરીકોમ તથા સરબજીતનું નિર્દેશન કર્યુ હતું. ફિલ્મમાં મનોજ જોષી અમિત શાહના રોલમાં છે. આ ઉપરાંત ઝરીના વહાબને મોદીજીના માતાનો રોલ મળ્યો છે. પાંચમી એપ્રિલે ફિલ્મ રિલીઝ થવાની હતી. પણ હવે ૧૨મી એપ્રિલે આવશે.  વિવેકે આ ફિલ્મ માટે ખુબ જ મહેનત કરી છે.

(9:43 am IST)