અનિસ બઝમીની કોમેડી ફિલ્મ કરશે અજય દેવગન
મુંબઇ: ફિલ્મ સર્જક રોહિત શેટ્ટી સાથે એક બાજુ સિંઘમ જેવી એક્શન ભરપુર ફિલ્મ અને બીજી બાજુ ગોલમાલ અગેન જેવી કોમેડી ફિલ્મો કરી ચૂકેલો ટોચનો અભિનેતા અજય અનિસ બઝ્મી સાથે વધુ એક કોમેડી ફિલ્મ કરશે. જ્યોતિષ શાસ્ત્રમાં સાડા સાત વર્ષની પનોતીની વાત આવે છે. એના પરથી વેલકમ બેક જેવી હિટ ફિલ્મ આપનારા અનિસ બઝ્મી સાથે હાલ અજય કોેમેડી ફિલ્મ સાડે સાતી કરી રહ્યો છે. હાલ રોહિત રણવીર સિંઘને લઇને સિમ્બા ફિલ્મ બનાવી રહ્યો છે એમાં પણ ક્લાયમેક્સમાં અજય એક રોલ કરતો દેખાશે. સાથોસાથ રોહિત અને અજય પોતાની સુપરહિટ સિરિઝ સિંઘમની ત્રીજી કડીનું શૂટિંગ પણ થોડા સમયમાં શરૃ કરવાના છે એવું અજયની નિકટનાં સૂત્રોએ કહ્યંુ હતું. રોહિત અને અજય વચ્ચે ખૂબ સારો મનમેળ સ્થપાઇ ચૂક્યો છે અને બંનેએ સાથે મળીને કેટલીક સરસ ફિલ્મો પણ આપી હતી. આ ફિલ્મ વિશે માહિતી આપતાં એક સૂત્રે કહ્યંુ કે આ ફિલ્મ અજયની આસપાસ ઘૂમ્યા કરશે. એમાં અજય એવું પાત્ર ભજવી રહ્યો. છે જેના પર સાડા સાતી ચાલી રહી છે. આ એક નિર્ભેળ કોમેડી ફિલ્મ છે.