ફિલ્મ જગત
News of Friday, 19th February 2021

વેબ સિરીઝનું શુટીંગ કરતી સનીના હાથ પર ત્રણ ફિલ્મો

સની લિયોની બોલીવૂડમાં કેટલીક ફિલ્મો કરી ચુકી છે અને સાઉથમાં પણ કામ કરી રહી છે. હવે તે ડિજીટલ પ્લેટફોર્મ પર પણ જોવા મળી રહી છે. તાજેતરમાં તેની કરિશ્મા તન્ના સાથેની ફિલ્મ બૂલેટ્સમાં જોવા મળી હતી. જેમાં બંને એકશન કરતી દેખાઇ હતી. સની વિરૂધ્ધ થોડા દિવસો પહેલા એક વ્યકિતએ ૨૯ લાખની ઠગાઇની ફરિયાદ કરતાં કેરલ પોલીસે તેની પુછતાછ પણ કરી હતી અને તેને કોર્ટમાંથી આગોતરા જામીન પણ લેવા પડ્યા હતાં. સની વધુ એક વેબ સિરીઝ કરી રહી છે. વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ 'અનામિકા' કરી રહી છે. આ સિરીઝના શુટીંગ વખતે વિક્રમ ભટ્ટ પાસેથી લેણા નીકળતા નાણાની ઉઘરાણી માટે ગૂંડા સેટ પર આવી જતાં સની સહિતના ક્રુનું વિક્રમે રક્ષણ કર્યુ હતું. સનીના હાથ પર હાલમાં આ વેબ સિરીઝ ઉપરાંત કોકા કોલા, રંગીલા અને વીરમાદેવી નામની ફિલ્મો પણ છે. બિગ બોસમાં એન્ટ્રી કર્યા પછી સનીને બોલીવૂડમાં કામ મળવાની શરૂઆત થઇ હતી. તેને ફિલ્મો ખાસ સફળ નથી રહી, પણ કામ તેની પાસે ખુટતું નથી.

(10:12 am IST)