સોનાક્ષી સિંહા સાથે ફિલ્મમાં કામ કરશે નવાજુદ્દીન સિદ્દીકી
મુંબઇ: મોખરાની અભિનેત્રી સોનાક્ષી સિંહા હવે અભિનયની આગવી કેડી કંડારીને એ લિસ્ટના કલાકારો સાથે જોડાયેલા નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોડાશે.નવાઝુદ્દીનનો શમસ આ ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યો છે. અગાઉ એ એક શોર્ટ ફિલ્મ મિયાં કલ આના બનાવી ચૂક્યો છે. વિદેશોમાં યોજાએલા ફિલ્મ્સ ફેસ્ટિવલોમાં આ શોર્ટ ફિલ્મને સરસ આવકાર સાંપડયો હતો.તેથી પ્રોત્સાહિત થઇને હવે એ ફિચર ફિલ્મ બનાવવાની તૈયારીમાં છે અને એ માટે સોનાક્ષીને નવાઝ સાથે સાઇન કરી હતી. શમસની મૂળ યોજના શ્રદ્ધા કપૂરને લેવાની હતી પરંતુ શ્રદ્ધા તરત એને તારીખો આપી શકે એવી શક્યતા નહોતી એટલે સોનાક્ષીને સાઇન કરી.શ્રદ્ધા રેમોની ડાન્સ આધારિત કથા ધરાવતી ફિલ્મ કરવા ઉપરાંત સાહો માટે પોતાની બલ્ક તારીખો આપી ચૂકી છે એટલે બીજી કોઇ ફિલ્મને સ્વીકારી શકે એમ નહોતું. ઉત્તર પ્રદેશના બુધાના વિસ્તારમાં આ ફિલ્મનું શૂટિંગ કરાશે. રાજેશ ભાટિયા અને કિરણ ઝવેરી ભાટિયા આ ફિલ્મના નિર્માતા છે.