ભંસાલીની આગામી ફિલ્મમાં નજરે પડી શકે છે ઇશાન ખટ્ટર
મુંબઇ: સંજય લીલા ભણશાલી પોતાની આગામી ફિલ્મ ઇશાન ખટ્ટર સાથે બનાવે તેવી ચર્ચા છે. ભણશાલીની ટીમે ઇશાનનો સંપર્ક સાધ્યો હોવાની અફવા છે.સૂત્રની વાત સાચી માનીએ તો સંજય ભણશાલીની ટીમે આગામી ફિલ્મ માટે ઇશાન ખટ્ટરનો સંપર્ક કર્યો છે. ભણશાલીએ ઇશાનની 'ધડક' જોઇ અને તેના અભિનયથી પ્રભાવિત થયો છે. જેથી તેણે તેને આગામી ફિલ્મમાં લેવાનો નિર્ણય કર્યો. જોઆમ થશે તો ઇશાન ખટ્ટરને બોલીવૂડના ઉત્તમ દિગ્દર્શક-નિર્માતા સાથે કામ કરવાની તક મળશે. જોકે આ ફિલ્મ વિશે કોઇ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. પહેલા એવી વાત હતી કે ભણશાલી, સલમાન ખાન અને શાહરૂખ ખાન સાથે ફિલ્મ બનાવાનું વિચારી રહ્યો છે. જોકે ભણશાલી અને ઇશાન વચ્ચે શું વાતચીત થઇ છે, અને ફિલ્મની સ્ક્રિપ્ટ ઇશાનને આપી છે કે નહીં તે જાણવા મળ્યું નથી.