ફિલ્મ જગત
News of Tuesday, 19th February 2019

આવતા મહિને શરૂ થશે રાની મુખર્જીની 'મર્દાની-૨'નું શુટીંગ

રાની મુખર્જી આવતા મહિને 'મર્દાની-૨'નું શુટીંગ શરૂ કરવાની છે. આ વખતે રાની પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટના રોલમાં જોવા મળવાની છે. તેનો મુકાબલો આ ફિલ્મમાં ૨૧ વર્ષના એક વિલન સાથે થશે. રાનીની ફિલ્મ 'મર્દાની' સુપરહિટ નિવડી હતી. તેમાં તેણે પ્રભાવશાળી પાત્ર ભજવ્યું હતું. જેમાં બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરી આવા ગુના આચરતી આખી ગેંગનો પર્દાફાશ કરાયો હતો. હવે મર્દાનીની સિકવલ બની રહી છે. ફિલ્મમાં એકવીસ વર્ષના વિલનનું પાત્ર ખુબ જ ખૂંખાર છે. રાની અઢારમી માર્ચથી આ ફિલ્મના શુટીંગમાં જોડાઇ જશે. મુંબઇમાં પહેલા શેડ્યુલનું શુટીંગ થવાનું છે. શિવાની શિવાજી રોયના રોલમાં ફરીથી રાની જમાવટ કરવા તૈયાર છે. આદિત્ય ચોપડા નિર્મિત આ ફિલ્મનું લેખન ગોપી પુથ્રને કર્યુ છે અને નિર્દેશન પણ એ જ કરશે.

 

(9:59 am IST)