આ વર્ષે કદાચ લગ્ન કરી લેશે મોહિત રૈના
દેવો કો દેવ મહાદેવ નામના શોમાં મોહિત રૈના અને મોૈની રોયએ સાથે કામ કર્યુ હતું. ત્યારથી આ બંને ટીવી કલાકારો વચ્ચે અફેરની ચર્ચા વહેતી થઇ હતી. જો કે આ બંનેએ કદી પણ પોતાના રિલેશન વિશે જાહેરમાં વાતો કરી નહોતી. જો કે બંને વારંવાર કયાંક ને કયાંક સાથે જોવા મળતાં હતાં. એક તબક્કે થો આ બંને લગ્ન કરી લેવાના છે તેવી વાત પણ વહેતી થઇ હતી. તાજેતરમાં મોહિત રૈનાએ કહ્યું હતું કે તે આ વર્ષે અથવા આવતા વર્ષે લગ્ન બંધને બંધાઇ જશે. શું તે મોૈની સાથે લગ્ન કરવાની છો? તેમ પુછવામાં આવતાં તેણે કહ્યું હતું કે મેં લગ્નની વાત કરી છે, મોૈની સાથે લગ્ન કરીશ તેમ નથી કહ્યું. તેણે કહ્યું હતું કે મોૈની એક સારી સહકલાકાર છે, તે સારું કામ કરી રહી છે. હું તેને સતત શુભકામના આપુ છું. અમે કદી રિલેશનશીપમાં હતાં જ નહિ.