ફિલ્મ જગત
News of Tuesday, 19th February 2019

હવે પ્રોડયુસર પણ બની જશે દિપીકા

દિપીકા પાદુકોણ આગામી ફિલ્મ 'છપાક'ની તૈયારીમાં લાગી ગઇ છે. મેઘના ગુલઝાર નિર્દેશીત આ ફિલ્મ એક સેન્સેટીવ વિષય પર બની રહી છે. એસિડ એટેકનો ભોગ બનેલી યુવતિની કહાની આ ફિલ્મમાં છે. મેઘનાની આ પહેલાની ફિલ્મ 'રાઝી' પણ અલગ હતી અને બોકસ ઓફિસ પર ખુબ સફળ થઇ હતી. દિપીકાની ૨૦૧૮માં આવેલી પદ્માવતે પણ બોકસ ઓફિસ પર સારી કમાણી કરી હતી. એ પછી તેણે રણવીરસિંહ સાથે લગ્ન કરવા હોવાથી બીજા પ્રોજેકટ હાથમાં લીધા નહોતાં. લગ્ન પછી તે છપાકનું કામ કરી રહી છે. લક્ષ્મી અગ્રવાલ નામની એસિડ હુમલાનો ભોગ બનેલી યુવતિનો રોલ દિપીકા નિભાવી રહી છે. મેઘનાએ આ ફિલ્મને લગતી એક તસ્વીર સોશિયલ મિડીયા પર મુકી હતી, જેમાં દૂપટ્ટામાં એસિડને કારણે કાણા પડી ગયેલા દેખાય  છે. દિપીકા આ ફિલ્મ થકી પ્રોડ્યુસર પણ બની જવાની છે. વિક્રાંત મૈસી આ ફિલ્મમાં ખાસ રોલમાં છે.

(9:58 am IST)