મૌની રોય રણબીરની સાથે પણ નવી ફિલ્મમાં ચમકશે
ગોલ્ડ ફિલ્મ ૧૫મી ઓગષ્ટના દિવસે દેશમાં રજૂ કરાશે
મુંબઇ,તા. ૧૯: ખુબસુરત મૌની રોય એક પછી એક સારી ફિલ્મોમાં કામ કરી રહી છે. તેની પાસે રણબીરની બ્રહાસ્ત્ર અને અક્ષય કુમારની ગોલ્ડ ફિલ્મ છે. ગોલ્ડ ફિલ્મ ૧૫મી ઓગષ્ટના દિવસે રજૂ કરાશે. જ્યારે રણબીરની ફિલ્મ વર્ષ ૨૦૧૯માં રજૂ કરવામાં આવનાર છે. તે દબંગ-૩ ફિલ્મમાં પણ કામ કરી રહી છે. જે દબંગ સિરિઝની ફિલ્મ છે. તેની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધી રહી છે. તેની પાસે હવે વધુને વધુ ફિલ્મો પણ આવી રહી છે. અનુભવ સિંહાની તુમ બિન-૨ ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે કામ કર્યા બાદ હવે રીમા કાગતીની મોટી અને મહત્વકાંક્ષી ફિલ્મ ગોલ્ડમાં અક્ષય કુમારની પત્નિની ભૂમિકા અદા રહી છે. રહી છે. રીમા કાગતી સ્પોર્ટસ ડ્રામા પર ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મ વર્ષ ૧૯૮૪ના ઓલિમ્પિક પર આધારિત ફિલ્મ છે. તે હાલમાં સલમાન ખાન સાથે પણ નજીકના સંબંધ ધરાવે છે. આ જ કારણસર તે સલમાન ખાનના શો બિગ બોસના દરેક સિઝનમાં નજરે પડે છે. આ વખતે પણ તે સલમાન ખાનના શોમાં નજરે પડી હતી. પ્રાપ્ત અહેવાલ મુજબ અક્ષય કુમારની સાથે ગોલ્ડ ઉપરાંત તે હવને યુવા પેઢીના લોકપ્રિય સ્ટાર રણબીર કપુર સાથે પણ એક ફિલ્મમાં કામ કરી રહી છે. તે અયાન મુખર્જીની ફિલ્મ બ્રહાસ્ત્રમાં પણ કામ કરી રહી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પણ કામ કરી રહી છે. મૌની રોય ટીવી સિરિયલ મારફતે લોકપ્રિયતા લીધા બાદ હવે ફિલ્મોમાં પ્રવેશી ગઇ છે. વર્ષ ૨૦૧૭ના એવોર્ડ શો કાર્યક્રમમાં પણ મૌનીએ પોતાના શો મારફતે તમામના દિલ જીતી લીધા હતા.તે વર્ષ ૨૦૧૮માં બોલિવુડની સાથે સાથે એક સેલિબ્રિટી તરીકે છવાયેલી રહે તેવી શક્યતા છે.