ફિલ્મ જગત
News of Tuesday, 19th January 2021

1 ઓક્ટોબરના રોજ રીલિઝ થશે કંગનાની ફિલ્મ 'ધાકડ'

મુંબઈ: કંગના રનૌત અભિનીત જાસૂસ થ્રિલર ફિલ્મ 'ધાકડ' 1 ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. અભિનેત્રીએ સોમવારે આ ફિલ્મના પોસ્ટર સાથે જાહેરાત કરી હતી. પોસ્ટરમાં કંગનાના હાથમાં તલવાર છે અને પૃષ્ઠભૂમિમાં લોહિયાળ લાશના ઢગલા નજરે પડે છે. તે પોસ્ટરમાં નિર્ભીક અને ખતરનાક લાગી રહી છે. કંગનાએ પોસ્ટર શેર કરતાં લખ્યું હતું કે, ‘ધાકડ’ ભારતની પહેલી સ્ત્રી-લક્ષી હાઇ-ઓક્ટેન ડિટેક્ટીવ થ્રિલર ફિલ્મ છે. હું ભારતીય સિનેમા માટે નવા યુગની શરૂઆત કરવા માટે ખૂબ જ ઉત્સુક છું. આ ફિલ્મ એક્શન અને મનોરંજન સાથે સપ્તાહના અંતમાં રજૂ થવાની તૈયારીમાં છે.

(5:11 pm IST)