ફિલ્મ જગત
News of Tuesday, 19th January 2021

સોનાલી બેન્દ્રેએ નવા વર્ષની શરૂઆતમાં શરૂ કર્યું પુસ્તક વાંચનની કામ

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેએ એક નવા પુસ્તકનું વાંચન કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે લેખક ક્લેર પૂલે દ્વારા લખાયેલ 'ધ ઓથેંટીસિટી પ્રોજેક્ટ' પુસ્તક વાંચતી જોવા મળે છે. તેણે ફોટોને કેપ્શનમાં લખતાં લખ્યું કે, "2020 ને રોલર કોસ્ટર રાઇડ જેવું લાગ્યું અને હું 2021ને યોગ્ય રીતે શરૂ કરવા માંગુ છું. તેથી મેં તેની શરૂઆત આ પુસ્તકથી કરી. ક્લેર પૂલે દ્વારા લખાયેલા વર્ષના પ્રથમ પુસ્તકની ઘોષણા કરી ખુશી છે. આ પુસ્તક પ્રેમ અને મિત્રતા પર આધારિત છે આ પુસ્તક કાફે પર આધારિત છે, જે છ અજાણ્યાઓના જીવનમાં ફરક પાડે છે હું આ યાત્રા શરૂ કરવા માટે ઉત્સુક છું. આશા છે કે આ વર્ષ નવી કિરણ સાથે નવી કંપન લાવશે એસબીસી ચર્ચામાં તમને મળીશું. "

(5:11 pm IST)