ફિલ્મ જગત
News of Tuesday, 19th January 2021

જ્હાન્વીના હાથ પર ત્રણ ફિલ્મો

અભિનેત્રી જ્હાન્વી કપૂર નવી ફિલ્મને કારણે ખુબ ચર્ચામાં છે. તે આગામી ફિલ્મ ગૂડલક જૈરીનું શુટીંગ કરી રહી છે. આ ફિલ્મમાં તેનો લૂક અસ્સલ પંજાબી કૂડીનો છે. પંજાબમાં જ તેનું શુટીંગ શરૂ થયું હતું. જ્હાન્વીના પહેલા લૂકમાં તે આછા બ્લુ રંગના સાદા સલવાર ડ્રેસમાં જોવા મળી હતી. કેસરી કલરનો દૂપટ્ટો તેના ડ્રેસ પર વધુ આકર્ષક લાગતો હતો. જ્હાન્વીના પંજાબી લૂકને તેના ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. તેની આ તસ્વીર ખુબ વાયરલ થઇ છે. તે રસ્તા પર ચાલીને જતી હોય તેવું દ્રશ્ય છે. જ્હાન્વીએ તસ્વીર સાથે કેપ્શનમાં ગૂડલક જેરી લખ્યું છે. આનંદ એલ રાયના  પ્રોડકશનમાં બની રહેલી આ ફિલ્મનું નિર્દેશન સિધ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. દિપક ડોબરીયાલ, મિતા વશિષ્ઠ, નિરજ સૂદ, સુશાંત સિંહ સહિતના કલાકારો ફિલ્મમાં છે. જ્હાન્વીના હાથ પર અન્ય બે ફિલ્મો રૂહી અફઝાના અને દોસ્તાના-૨ પણ છે. કાર્તિક આર્યન અને જ્હાન્વીએ દોસ્તાના-૨નું ગોવામાં શુટીંગ કર્યુ હતું. જેને કરણ જોહર બનાવી રહ્યા છે.

(10:23 am IST)