ઇમલી-સુમ્બુલ કહે છે-જે કંઇ છું તે પપ્પાને કારણે છું
ટીવી પરદાના અલગ-અલગ શોની ટીઆરપી રોજબરોજ બદલતી રહે છે. અમુક શો એવા હોય છે જે સતત સ્થાન જાળવી રાખે છે. તાજેતરમાં ટીવી શો ઇમલી જબરી છલાંગ લગાવી ટીઆરપીમાં બીજા નંબરે પહોંચી ગયો હતો. સ્ટાર પ્લસની આ સિરીયલમાં ઇમલીનો રોલ નિભાવી રહેલી સુમ્બુલ તોૈકિર ખાને શોએ ટીઆરપીમાં છલાંગ લગાવી એ માટે પોતાના પિતાને તેની ક્રેડિટ આપી હતી. તેણે કહ્યું હતું કે અભિનય કરવાની મારી અદમ્ય ઇચ્છાને કારણે જ મારા પિતાએ દિલ્હીને છોડીને મુંબઇમાં જ સ્થાયી થવાનું નક્કી કર્યુ હતું. અમે આજથી ત્રણ વર્ષ પહેલા મુંબઇ રહેવા આવ્યા હતાં. અહિ સ્થાયી થવાનો સંઘર્ષ હજુ પણ ચાલુ જ છે. છતાં પપ્પા હિમત હાર્યા નથી. સવારે મને જગાડવાથી માંડી લંચ બોકસ તૈયાર કરી શુટીંગ માટે રવાના કરવા સુધીનું ધ્યાન તેઓ રાખે છે. મારા મમ્મી સાથે તેમના તલ્લાક થઇ ગયા છે. મારી બહેન પણ મારી સાથે રહે છે. હું જે કંઇ છુ તે પપ્પાને કારણે જ છું.