ફિલ્મ જગત
News of Tuesday, 19th January 2021

બે દાયકાની સફર પુરી કરતી શમિતા

બોલીવૂડમાં મહોબ્બતે ફિલ્મથી અભિનય કારકિર્દી શરૂ કરનાર શમિતા શેટ્ટીને લોકો શિલ્પા શેટ્ટીની બહેન તરીકે વધુ ઓળખે છે. શમિતાની કારકિર્દીમાં સતત ઉતાર-ચડાવ આવતાર હ્યા છે. મહોબ્બતેમાં ૨૦૦૦ની સાલમાં કામ કર્યા પછી તેણે બીજી ફિલ્મો પણ કરી હતી. બે દાયકા જેવો સમય આ ઇન્ડસ્ટ્રીમાં પસાર કરી ચુકેલી શમિતાએ ઝલક દિખલા જા, બિગ બોસ, ફિઅર ફેકટર-ખતરો કે ખિલાડી જેવા ટીવી શો પણ કર્યા છે. તાજેતરમાં તે ડિજીટલ પ્લેટફોર્મ પર પહોંચી છે. તેની વેબ સિરીઝ બ્લેક વિડોઝ લોકોને પસંદ પડી છે. જેમાં તેની સાથે મોનાસિંઘ અને સ્વતિકા મુખર્જી મુખ્ય રોલમાં છે.

શમિતાએ સ્વીકાર્યુ હતું કે બે દાયકામાં મેં જે કામ કર્યુ એ મારી ઇચ્છા મુજબનું નહોતું એવું જરાય નથી. જો કે મારી સફર ઉતાર-ચડાવવાળી રહી છે એ સાચુ છે. મને જે અનુભવો મળ્યા છે તેના માટે હું બધાની આભારી છું. કેટલાક કપરા અનુભવ પણ હતાં. વીસ વર્ષ પછી પણ હું કામ કરુ છું.

(10:22 am IST)