ફિલ્મ જગત
News of Tuesday, 19th January 2021

વિજય સાથે જોડી જમાવશે અનન્યા પાંડે

સાઉથના સ્ટાર વિજય દેવરકોન્ડા હવે બોલીવુડ ભણી : કરન જોહરની ફિલ્મ 'LIGER'માં દેખાશે

મુંબઇ,તા. ૧૯: કરણ જોહરે રવિવારે જાહેરાત કરી હતી કે તે પોતાની નવી ફિલ્મની જાહેરાત ટૂંક સમયમાં જ કરવાના છે. એવામાં ચાહકોનો ઉત્સાહ પણ વધી ગયો હતો અને બધાં રાહ જોઇ રહ્યા હતા કે આખરે આ નવું પ્રોજેકટ શું હશે. કેટલાકનું અનુમાન હતું કે તેલુગૂ એકટર વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડે સ્ટાર ફિલ્મને લઈને કરણ કેટલીક જાહેરાત કરવાના છે.

કરણ જોહર અને તેમની ટીમે પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. આ ફિલ્મનું નામ Liger સાલા ક્રોસબીડ છે. ફિલ્મમાં સુપરસ્ટાર વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડે જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન પુરી જગન્નાથ કરી રહ્યા છે અને આ ફિલ્મને કરણ જોહર પોતાના બેનર ધર્મા પ્રોડકશન હેઠળ પ્રોડયૂસ કરશે.

આ ફિલ્મનો ફર્સ્ટ લૂક કરણ જોહરે શેર કરી દીધો છે. પોસ્ટરમાં તમે વિજય દેવરાકોંડાને ફાઇટર તરીકે જોઇ શકાય છે. તેણે બોકિસંગ ગ્લવ્સ પહેર્યા છે અને તે આક્રોશમાં જોવા મળે છે. વિજયની પાછળ લાયન અને અને અડધા ટાઇગરની તસવીર છે. જણાવવાનું કે Liger એક એવું મિકસ્ડ બ્રીડ સિંહ હોય છે જે મેલ લાયન અને ફીમેલ ટાઇગરના મળવાથી બને છે.

આ ફિલ્મમાં વિજય અને અનન્યાની સાથે રોનિત રોય, રામ્યા કૃષ્ણન, વિશુ રેડ્ડી અને મકરંદ દેશપાંડે જેવા એકટર જોવા મળશે. કરણ જોહરે પહેલા જ જણાવ્યું હતું કે તેમની નવી ફિલ્મ ભાષાના અવરોધો તોડનારી છે. હવે તેમણે જણાવ્યું કે Liger, ૫ ભાષાઓમાં રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દીની સાથે સાથે તેલુગૂ, તામિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે. ફિલ્મની જાહેરાત થયા પછી ચાહકો ખૂબ જ ખુશ છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

(10:21 am IST)