ફિલ્મ જગત
News of Thursday, 18th November 2021

કાલથી આવી રહી છે કાર્તિકની ધમાકા

 કાર્તિક આર્યન વ્યસ્ત અભિનેતાની હરોળમાં સામેલ થઇ ચુકયો છે. તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ધમાકા આવતી કાલથી રિલીઝથઇ રહી છે. આ ફિલ્મમાં તે ન્યુઝ રિપોર્ટર અર્જુન પાઠકનો રોલ નિભાવી રહ્યો છે. એક નવા જ અવતારમાં કાર્તિકને જોવા તેના ચાહકો આતુર છે. કાર્તિકે અગાઉ ફિલ્મનો પ્રોમો સોશિયલ મિડીયા પર પોસ્ટ કર્યો ત્યારે લખ્યું હતું કે-કુછ પાને કે લિયે કિતના કુછ ખોને કો તૈયાર હો આપ? આ લખાણે ફિલ્મ ચાહકોમાં ખુબ ઉત્સુકતા જગાવી હતી. રામ માધવાણીની આ થ્રિલર ફિલ્મમાં લવર બોય કાર્તિક જે અવતારમાં જોવા મળવાનો છે તે લૂક ચાહકોને પ્રભાવીત કરી ગયો છે. કાર્તિકની સાથે આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર, અમૃતા સુભાષ, વિકાસ કુમાર અને વિશ્વજીત પ્રધાન પણ ખાસ ભુમિકામાં છે. કાર્તિકની આગામી ફિલ્મોમાં કેપ્ટન ઇન્ડિયા, ભૂલભૂલૈયા-૨ તેમજ સાજીદ નડિયાદવાલાની ફ્રેડી અને શહજાદા સામેલ છે.

(10:02 am IST)