ફિલ્મ જગત
News of Thursday, 18th October 2018

ફિલ્મ ઉદ્યોગ એક છેતરામણી વ્યવસાય છે: અનુષ્કા શર્મા

મુંબઈ:મોખરાની અભિનેત્રી કમ ફિલ્મ સર્જક અનુષ્કા શર્માએ કહ્યું હતું કે ફિલ્મી વ્યવસાયની કદી ભવિષ્યવાણી કરી શકાય નહીં. આ એક અનપ્રેડિક્ટેબલ બિઝનેસ છે.અનુષ્કાને ફિલ્મ સૃષ્ટિમાં દસ વર્ષ થયાં અને હિટ ફિલ્મોમાં અભિનય કરવા ઉપરાંત એણે નિર્માત્રી તરીકે ત્રણેક ફિલ્મો પણ આપી. એણે કહ્યું કે સુઇ ધાગા બનતી હતી ત્યારે મને લાગતું હતું કે એ સારી ફિલ્મ બનશે. પરંતુ દર વખતે એવું નક્કી કરી શકાતું નથી. આ એક છેતરામણો વ્યવસાય છે. તમે કઇ ફિલ્મ કેટલી સારી બનશે અને કેટલી સારી કમાણી કરશે એની આગાહી અગાઉથી કરી શકતા નથી. ઘણીવાર સાવ નાનકડી લાગતી ફિલ્મ બોક્સ ઑફિસ પર ધમાલ મચાવી દે છે જ્યારે ઘણીવાર મેગાબજેટ અને મલ્ટિસ્ટાર જેવી ફિલ્મો બોક્સ ઑફિસ પર પીટાઇ જાય છે.એણે એક સરસ વાત કરી. એણે કહ્યું, 'હું કોઇ ફિલ્મ ન સ્વીકારું ત્યારે સામી વ્યક્તિને અંધારામાં રાખતી નથી. મને જે ઠીક લાગે એ કહી દઉં છું. શા માટે આ ફિલ્મ નથી સ્વીકારતી એની સાચ્ચી વાત કહી દેવાથી બંને પક્ષે ગેરસમજ થવાની શક્યતા આપોઆપ ઘટી જાય છે. તમે ખોટું બોલીને ફિલ્મ નકારો અને પછી સચ્ચાઇ પ્રગટ થાય ત્યારે સંબંધોમાં ખટાશ આવી જાય છે. હું એવું કરવામાં માનતી નથી.'

(5:03 pm IST)