ફિલ્મ જગત
News of Thursday, 18th October 2018

ફિલ્મની સફળતા માટે સ્ક્રિપ્ટ મહત્વપૂર્ણ : આયુષ્માન ખુરાના

મુંબઈ: બૉલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાની તાજેતમાં ફિલ્મ અંધાધુન  આવી છે. આ પછી મીડિયા સાથે વાત કરતા આયુષ્માને કહ્યું કે સફળ ફિલ્મ પાછળ તેની સ્ક્રિપ્ટ મહત્વપૂર્વં હોય છે. આયુષ્માને પોતાના કેરિયરની શરૂઆત ફિલ્મ 'વિકી ડોનર થી કરી હતી. આયુષ્માનની આગામી ફિલ્મ  બધાઈ હો છે અંધાધુન ફિલ્મ દર્શકોને ખુબ પસંદ આવી છે. આ વિશે આયુષ્માને કહ્યું કે મેં કેરિયરના છ વર્ષોમાં ઘણું બધું શીખ્યું છે. હું એ પણ જાણું છે કે ફિલ્મની સફળતા તેની સારી સ્ક્રિપટના લીધે હોય છે. મને જયારે પણ કી ફિલ્મનો ઓફર મળે છે ત્યારે પહેલા હું તે ફિલ્મની સ્ક્રિપ્ટ જરૂર વાંચું છું. હું ફિલ્મની સ્ક્રિપ્ટ એક સ્ટાર કે એક્ટર તરીકે નહીં પણ એક દર્શક બનીને સાંભળું છું.

(4:51 pm IST)