ફિલ્મ જગત
News of Thursday, 18th October 2018

વરૂણ-કેટરીનાની ફિલ્મનું સતત ત્રણ મહિના શુટીંગ ચાલશે

રેસ-૩ ફિલ્મ ખરાબ રીતે પીટાઇ ગયા પછી નિર્દેશક રેમો ડિસુઝા અને સલમાન ખાન વચ્ચે મતભેદ ઉભા થયાની વાતો વહેતી થઇ હતી. પણ રેમો અન્ય ફિલ્મના કામમાં વ્યસ્ત થઇ ગયો છે. ભારતની સોૈથી મોટી ડાન્સ પર આધારીત ફિલ્મ રેમો બનાવી રહ્યો છે. આ ફિલ્મનું શુટીંગ જાન્યુઆરી-૨૦૧૯માં શરૂ થશે અને સતત ત્રણ મહિના સુધી એકધારુ શેડ્યુલ ચાલવાનું છે. ભુષણ કુમાર દ્વારા નિર્મીત આ ફિલ્મમાં વરૂણ ધવન સાથે કેટરીના કૈફ મુખ્ય રોલમાં છે. આ બંને ડાન્સમાં માહેર હોઇ તેની આ ક્ષમતાનો ભરપુર ઉપયોગ કરવામાં આવશે. વરૂણ કરતાં કેટરીના ચાર વર્ષ મોટી છે. બંને પહેલી વખત સાથે કામ કરી રહ્યા છે. આ બંનેની સાથે પ્રભુદેવા, ધર્મેશ યેલાંડે, રાઘવ જુયાલ અને પુનિત પાઠક પણ મહત્વના રોલમાં હશે.

 

(9:24 am IST)