ફિલ્મ જગત
News of Friday, 18th September 2020

બિગ બોસ 14ના પ્રોમો માટે શૂટિંગ કરશે હિના ખાન અને સિધ્ધાર્થ શુક્લા

મુંબઈ:  બે અઠવાડિયા પછી  બિગ બોસ 14 કલર્સ પર પ્રીમિયર આવશે. ઉત્તેજના ઉત્પન્ન કરવા માટે, નિર્માતાઓએ શોના ભાગ બનવા માટે પૂર્વ સ્પર્ધકો સિધ્ધાર્થ શુક્લા અને હિના ખાનને જોડ્યા છે. કલાકારોએ બુધવારે મુંબઇના સ્ટુડિયોમાં ખાસ પ્રોમો માટે શૂટિંગ કર્યું હતું.શોની નજીકના એક સ્ત્રોતે સાથે શેર કર્યું છે કે કલાકારો આગામી સિઝનમાં ભાગ લેશે. જ્યારે તેઓ સ્પર્ધક નહીં હોય, તો તેઓ રમતમાં વિશેષ શક્તિ ધરાવશે. ઉપરાંત, તેઓ મોટે ભાગે પ્રીમિયર રાત્રે સલમાન ખાન સાથે જોડાશે અને બિગ બોસ 14 ના ઘરે પ્રવેશ કરશે તેવી હસ્તીઓને પડકારો ફેંકશે. બિગ બોસ 7 ની વિજેતા ગૌહર ખાન અને બિગ બોસ 10 ની મોનાલિસા પણ શુકલા અને ખાન સાથે શોમાં જોડાશે.

(4:59 pm IST)