શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાને સોશ્યલ મીડિયા ઉપર ફોટા વાયરલ કરતા ટ્રોલ થઇં
નવી દિલ્હી: બોલીવુડના 'બાદશાહ' શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનકેટલાક દિવસોથી સમાચારોમાં છવાયેલી છે. તાજેતરમાં જ સુહાના ખાને ન્યૂયોર્ક યૂનિવર્સિટીમાં પોતાની માસ્ટર ડિગ્રી માટે એડમિશન લીધું છે. તો બીજી તરફ સુહાના ખાનના બોલીવુડ ડેબ્યૂને લઇને સતત ચર્ચા થઇ રહી છે. આ ક્રમમાં ફરી એકવાર સુહાના ખાનનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
અભિનેતા શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનએ અત્યાર સુધી બોલીવુડમાં પગ મુક્યો નથી, પરંતુ ક્યારેક ક્યારેક કોઇને કોઇ વસ્તુને લઇને તે ચર્ચામાં રહે છે જેનો 'શ્રેય' તેના વાયરલ ફોટા અને વીડિયોને જાય છે. હવે સુહાનાના આ નવા ફોટા તેમની ટ્રોલિંગનું કારણ બની ગઇ છે.
તાજેતરમાં જ સુહાનાના આ ફોટા સામે આવ્યા જેમાં બ્લૂ ડ્રેસમાં તે કૂલ તો લાગી રહી છે, પરંતુ કેટલાક લોકોએ તેને એમ કહીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું કે તે બિલકુલ તેના પિતા જેવી દેખાઇ રહી છે. આ ટ્રોલર્સનું કહેવું છે કે તે શાહરૂખની જુડવા લાગી રહી છે.
આ ફોટામાં સુહાના હસતાં હસતાં કોઇ ડાન્સ સ્ટેપને કરતી જોવા મળી રહી છે. જેનાપર લોકો અલગ-અલગ કોમેન્ટ્સ કરી છે. એક વ્યક્તિએ લખ્યું ''વિગ સાથે શાહરૂખ''. એક અન્ય યૂઝરે લખ્યું ''એકદમ પુરૂષ જેવી લાગે છે, છોકરીઓ જેવી દેખાતી નથી. '' એક વ્યક્તિએ લખ્યું. ''લેડી એસઆરકે... કોઇ મને કહેશે કે આ અહીં કેમ. કોઇએ લખ્યું ''તે બિલકુલ પોતાના પિતા જેવી લાગે છે.''