નવી સફર શરૂ કરી રહ્યો છે અભિષેક બચ્ચન
અભિષેક બચ્ચન બહુ ઓછી ફિલ્મો કરી રહ્યો છે. તેના ચાહકો તેને વધુ એક ફિલ્મમાં જોઇ શકશે. અજય દેવગણ અભિનેતા ઉપરાંત નિર્માતા અને નિર્દેશક તરીકેનો રોલ પણ નિભાવી જાણે છે. તેના નિર્માણની એક ફિલ્મ 'ધ બિગ બૂલ' બની રહી છે. આ ફિલ્મમાં મુખ્ય રોલ અભિષેક બચ્ચન નિભાવી રહ્યો છે. અભિષેકે સોશિયલ મિડીયા પર એક તસ્વીર અને વિડીયો પોસ્ટ કર્યા હતાં. જેમાં તેણે ફિલ્મની કિલપબોર્ડ સાથેની તસ્વીર મુકી લખ્યું હતું કે એક નવી યાત્રા શરૂ થઇ ગઇ છે, આપ સોૈની શુભકામનાઓની જરૂર છે. આ ફિલ્મનું નિર્દેશન કૂકી ગુલાટી કરહ્યા છે. અભિષેક છેલ્લે મનમર્જિયા ફિલ્મમાં તાપસી અને વિક્કી સાથે જોવા મળ્યો હતો. અજય અને અભિષેક અગાઉ બોલ બચ્ચન સહિતની ફિલ્મો સાથે કરી ચુકયા છે. અભિષેકે કારકિર્દીમાં કેટલીક હિટ ફિલ્મો આપી છે અને ગજબનો અભિનય પણ આપ્યો છે. ૨૦૦૦માં રેફયુજીથી કારકિર્દી શરૂ કરનાર અભિષેકે ધૂમ, બંટી ઓૈર બબલી, ગુરૂ, રાવન, પ્લેયર્સ, યુવા, દોસ્તાના, પા સહિતની ફિલ્મો કરી છે. સંજય લીલા ભણશાલીની એક ફિલ્મ પણ કરી રહ્યો છે.