ફિલ્મ જગત
News of Sunday, 18th August 2019

ત્રણ વખત ઓસ્કર અને BAFTA વિજેતા હોલીવૂડના એનિમેટર રિચર્ડ વિલિયમ્સનું 86 વર્ષની વયે નિધન

મુંબઈ : ત્રણ વખત ઓસ્કર જીતેલા હોલીવૂડના પ્રખ્યાત એનિમેટર રિચર્ડ વિલિયમ્સનું 86 વર્ષની વયે નિધન થયું છે  રિચાર્ડ 1988મા આવેલી લાઇવ-એક્શન ફિલ્મ વ્યુ ફ્રેમ્ડ રોજર રેબિટમાં એનિમેશન ડિરેક્ટર તરીકે જાણીતા છે. રિચાર્ડનું શુક્રવાર 16 ઓગસ્ટના રોજ બ્રિસ્ટોલ સ્થિત તેમના ઘરે મૃત્યુ થયું હતું.

  રિચાર્ડના પરિવારે તેમના મોતની જાણ કરી છે. તેમણે કહ્યું, '86 વર્ષના ત્રણવાર ઓસ્કર અને BAFTA વિજેતાનું શુક્રવારે તેમના બ્રિસ્ટોલ ગૃહમાં અવસાન થયું છે. તેનો જન્મ કેનેડાના ટોરોન્ટોમાં થયો હતો અને 1950 ના દાયકામાં તે બ્રિટનમાં સ્થળાંતર થયો હતો.

   રિચાર્ડ વિલિયમ્સે વર્ષ 1958મા ધ લીટલ આઇલેન્ડ સાથે પ્રવેશ કર્યો હતો અને આ માટે BAFTA એવોર્ડ મળ્યો હતો. તેમણે હોલીવુડને રોજર અને જેસિકા રેબિટ જેવા ઘણા મહાન પાત્રો આપ્યા છે. આ ઉપરાંત, તેમણે 1970 ના દાયકામાં ક્લાસિક ફિલ્મ્સ ધ રીટર્ન ઓફ પિંક પેન્થર અને ધ પિંક પેન્થર સ્ટ્રાઈક્સ અગેન માટેના ટાઇટલ સિક્વન્સને એનિમેટેડ કર્યું. રિચાર્ડને એનિમેટેડ ફિલ્મ્સે ક્રિસમસ કેરોલ માટે પહેલો ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો, જે 1971 ના ચાર્લ્સ ડિકન્સ પુસ્તક પર આધારિત હતો.

દ તેને ફિલ્મ હુ ફ્રેમડ રોજર રેબિટ અને પ્રોલોગ માટેનો બીજો અને ત્રીજો ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. રિચાર્ડ એનિમેટર તેમજ લેખક પણ હતા. તેમણે ધી એનિમેટર્સ સર્વાઇવલ કીટ નામનું એક પુસ્તક લખ્યું, જે સૌથી વધુ વેંચાયેલુ પુસ્તક બની ગયુ. આ પુસ્તકને ઈન્ડસ્ટ્રીમાં બાઇબલની જેમ માનવામાં આવે છે. આ પુસ્તક વિશ્વભરમાં વેચાયું હતુ અને 9 ભાષાઓમાં અનુવાદિત થયું હતુ

(11:00 pm IST)