ફિલ્મ જગત
News of Sunday, 18th August 2019

બોલિવુડ ટેકનોલોજી મામલે ખૂબ પાછળ નથીઃ

મુંબઇ : બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી તાપસી પન્નુએ કહ્યું છે કે ભારતની પ્રથમ સ્પેસ ફિલ્મ મંગલ મિશનને લઇને આશાવાદી છે. ફિલ્મને મોટી સફળતા મળી રહી છે. ફિલ્મની શાનદાર શરૂઆત થયા બાદ તે વધારે ખુશ છે. તેનું કહેવું છે કે ભારતીય ફિલ્મો અને બોલીવૂડ ફિલ્મો ટેકનોલોજીમાં પાછળ છે તે બાબત આધાર વગરની છે. તેનું કહેવું છે કે અમે ટેકનોલોજીમાં બિલ્કુલ પાછળ નથી. અમને તકલીફ બજેટને લઇને આવી રહેલ છે.  કારણ કે  ત્યાં જેટલુ ફિલ્મનુ બજેટ રાખવામા આવે છે તેટલા બજેટમાં તો અમે મંગળ ગ્રહ પર સેટેલાઇટ મોકલી ચૂકયા છીએ.

અમારા વિજયુઅલ ઇફેકટ એટલા સારા રહેતા નથી. હોલિવુડની ફિલ્મમોમાં જે વિજયુઅલ ઇફેકટ હોય છે તે બોલિવૂડ ફિલ્મમાં દેખાતા નથી તે મોટું કારણ છે. તાપસીએ કહ્યું છે કે અવતાર અને એવેન્જર્સ ફિલ્મને જોવામા આવે તો જોઇ શકાય છે કે વિજયુઅલ ક્રેડિટસ પર ભારતીયોના જ નામ હોય છે. ટેકનોલોજીના મામલે અમારા કરતા વધારે  હોશિયાર કોઇ નથી.

તાપસી બોલિવુડમા઼ અનેક એકશન ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. તેની એક પછી એક સુપરહિટ સાબીત થઇ રહી છે. તેનું કહેવું છે કે તે સ્પેસ ફિલ્મમા કામ કરવા માટે ઇચ્છુક હતી જેથી કામ કરવા તૈયાર થઇ હતી.

(1:22 pm IST)