News of Saturday, 18th August 2018
વધુ એક બોલિવૂડ એક્ટ્રેસને થયો આ સિંગર સાથે પ્રેમ!
મુંબઈ :બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનસની સગાઈના અવેલા વહેતા થયા છે. ત્યારે વધુ એક બોલિવૂડ એક્ટ્રેસ વિદેશી સિંગરને ડેટ કરતી હોવાની ચર્ચા જાગી છે.
અહેવાલ મુજબ આથિયા શેટ્ટી અને ગ્રેમી એવોર્ડ વિજેતા રેપર ડ્રેકની વચ્ચે કથિત અફેરની ચર્ચાએ જોર પકડ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડ્રેક પોતાના કિકી ચેન્જને કારણે ઘણા દિવસોથી ચર્ચામાં છે.
(12:44 pm IST)