ફિલ્મ જગત
News of Wednesday, 18th July 2018

ફેમસ ટીવી અભિનેત્રી પ્રિયંકાનો ગળેફાંસો : લાશ પંખામાં લટકેલી હાલતમાં મળી

ફેમસ ટીવી અભિનેત્રી પ્રિયંકાની લાશ રહસ્યમય હાલતમાં ચેન્નાઈના વલાસરાવક્કમ પાસે તેમના ફ્લેટમાં પંખા પર લટકેલી મળી આવી છે. આ બાબતની જાણકારી સવારે ત્યારે મળી જયારે નોકરાણીએ દરવાજો ખોલ્યો. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પ્રિયંકાએ આત્મહત્યા કરી છે. આપણે જણાવી દઈએ કે પ્રિયંકા ફેમસ તમિલ સિરિયલ વસમ માં જ્યોતિકાની ભૂમિકા નિભાવી રહી હતી

(8:47 pm IST)