ફિલ્મ જગત
News of Wednesday, 18th July 2018

ફેશન શોનું પેમેન્ટ ન મળતા ઓસ્ટ્રેલિયાની ટુર રદ કરી મલાઈકા અરોરાએ

મુંબઇ : અભિનેત્રી-મોડેલ-ડાન્સર મલૈકા અરોરાએ છેલ્લી ઘડીએ પોતાની ઓસ્ટ્રેલિયા ટુર રદ કરી હોવાની જાણકારી મળી હતી. મોટા ભાગના સ્ટાર્સ વિદેશી ટુર મારવાના શૉખી રહ્યા છે પરંતુ ક્યારેક વિદેશી ટુરમાં ગડબડ થઇ જતી હોય છે. સુપર સ્ટાર સલમાન ખાનની દબંગ ટુરના ટોરોન્ટો ખાતેના શોમાં ધમાલ મચી હતી કારણ કે કાં તો આયોજકોએ વધુ ટિકિટ વેચી હતી અથવા ડુપ્લીકેટ ટિકિટ વેચાયાથી ક્ષમતા કરતાં વધુ લોકો આવ્યા હતા અને હોબાળો થયો હતો. હવે મળતી માહિતી મુજબ આયોજકો સાથે મતભેદ થતાં મલૈકાએ છેલ્લી ઘડીએ પોતાની ઓસ્ટ્રેલિયા ટુર રદ કરી હતી. મલૈકા એક ફૅશન શોમાં હાજરી આપવાની હતી અને આયોજકોએ એને ફૂલ પેમેન્ટ એડવાન્સમાં ચૂકવવાનું વચન આપ્યું હતું. પરંતુ ૧૫ જુલાઇના સમારોહ માટે ૧૪ જુલાઇની રાત સુધી પેમેન્ટ નહીં આવતાં મલૈકાએ શો રદ કર્યો હતો. શોની ઊંચા ભાવની તમામ ટિકિટો વેચાઇ ચૂકી હતી. પરંતુ આયોજકોએ આપેલું વચન પાળવાની તેમની દાનત નથી એવું લાગતાં મલૈકાએ ફ્લાઇટ જતી કરી હતી.

(4:38 pm IST)